- "સવ્યસાચી બની શકતો હોઉ તો તે માટે મારો જમણો હાથ પણ આપી દઉ"
- "માર્ગમાં રસ્તો ફંટાતો હોય તો તેના પર જરૂરથી જાઓ."
- "માત્ર નજર રાખવાથી તમે ઘણું બધું જોઇ શકો છો."
- "હવે ત્યાં કોઇ જતું નથી. ગર્દી બહુ હોય છે ને, એટલે."
- "વિચારમાં હોઉ ત્યારે હું ધ્યાન નથી આપી શકતો."
- "ભવિષ્ય હવે તેવું નથી રહ્યું જેવું તે હતું."
- "હું મારા બાળકોને જ્ઞાનકોષ નહીં ખરીદી આપીશ. તેમને જવા દો શાળાએ ચાલતા જ, જે રીતે હું જતો."
- "આપણે ભૂલા પડ્યા છીએ, પરંતુ સમય કેટલો સારી રીતે પસાર કરીએ છીએ."
- "મારા વિશે બોલાતા તેઓના અડધા જેટલા જૂઠાણા સાચા નથી."
- "હવે તો પઈનું મૂલ્ય પણ ક્યાં આના જેટલું રહ્યું જ છે."
- "જુના અનુભવો નવા જેવા લાગ્યા હતા, હવે જાણે ફરીથી એવી જ લાગણી થઇ રહી છે."
- "પૂર્ણ થાય નહીં ત્યાં સુધી તે સંપૂર્ણ નથી થયું."
- શ્રીમતિ લિંડસે: "ખરેખર મસ્તીના લાગો છો." યોગી બેરા: "આભાર, તમારી મસ્તી પણ ક્યાં એટલી જણાઇ આવે છે."
- "દુનિયા જો પરિપૂર્ણ હોત તો, તે તેવી ગણાય નહીં."